મને મળી છે મિત્રતા
મને મળી છે મિત્રતા
મને મળી છે મિત્રતા એક પુસ્તક તણી
મને જીવનમાં મળી જ્ઞાનગોષિ્ઠ ઘણી
મને મળી છે મિત્રતા...
જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવવા
મળ્યા મને પુસ્તકાલયના પુસ્તક ઘણા
મને મળી છે મિત્રતા...
વાનગી, મહેંદી અને વાર્તાની વાત
જમવા મળી મને પુસ્તક સંગાથ
મને મળી છે મિત્રતા...
જીવનમાં મળ્યુ ઉપયોગી ભાથું
જ્યારે ખોલ્યું મેં પુસ્તકનું પાનું
મને મળી છે મિત્રતા...
મોબાઇલ, ટીવી અને પેટથી દૂર
પુસ્તકની દુનિયામાં જિંદગી છે સુંદર
મને મળી છે મિત્રતા...
