STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

મને છે ગર્વ મારા એ દેશ પર

મને છે ગર્વ મારા એ દેશ પર

1 min
273

જ્યાં ગાંધીજી જેવા મહાત્મા જન્મ્યા,

દેશની આઝાદી કાજે બલિદાન આપ્યાં,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ બન્યા,

ભારતની એકતા માટે ખૂબ દોડ્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


બોલી અને ભાષામાં ભલે ભેદ રહ્યા,

હિન્દુસ્તાન માટે એકથી સૌ લડ્યા.

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


નવરાત્રી અને દિવાળીમાં ઉમંગે ઉમટ્યા,

સૌને સંગે હળીમળીને ભેટી પડ્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


રામ કૃષ્ણ જ્યાં ભગવાન જન્મ્યા,

સંસ્કાર ઘડતરના પાઠ નવા શીખ્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


ધર્મ સંપ્રદાયના ભેદ સૌ ભૂલ્યાએ,

એકતાના રંગે સૌ વિવિધતાને ભૂલ્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


અરે ખાનપાનના ભરપૂર શોખીન નીકળ્યા,

ત્યાગ અને બલિદાનથી જગ વિખ્યાત બન્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


સાહસ અને હિંમતથી સામનો કરતા ન થાક્યા,

એ તો મારા હિન્દુસ્તાનના લોકો મળ્યા,

મને છે ગર્વ મારા એ દેશ પર અપરંપાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational