STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મનામણા

મનામણા

1 min
266

તારી જ પાછળ હું ચાલ્યા કરૂં છું,

કદીક તો મુખ ફેરવીને પાછળ જો.


તારા જ પ્રેમનો હું પડછાયો છું,

કદીક તો તેમાં વિસામો કરી જો.


તારા રૂપનો હું આશિક બન્યો છું,

કદીક તો મારા દિલમાં ઝાંખીને જો.


પ્રેમથી નજર મેળવવા હું તત્પર છું,

કદીક તો નજરના જામ છલકાવી જો. 


તારો ગુમાની સ્વભાવ હું જાણું છું,

કદીક તો ગુમાન તુટશે તે વિચારી જો.


લાગણીનો ઘોઘ હું વહાવી રહ્યો છું,

કદીક તો તેમાં પ્રેમથી ભીંજાઈ જો.


નાકના ફુંફાડા હું સાંભળી રહ્યો છું,

કદીક તો પ્રેમની સરગમ વહાવી જો.


ધરતી ધ્રુજાવતી તું ચાલી રહી છો,

કદીક તો દિલનો તાલ મેળવી જો.


તારા પ્રેમની હું ગઝલ ગાઈ રહ્યો છું,

કદીક તો મારી ગઝલ સાંભળી જો.


પ્રેમથી તુજને હું મનાવું છું "મુરલી",

કદીક તો મારા દિલમાં સમાઈ જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance