STORYMIRROR

Rohit Prajapati

Romance Others

4  

Rohit Prajapati

Romance Others

મન મૂકી વરસવા દે

મન મૂકી વરસવા દે

1 min
259

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


તારી વાતોના આલિંગનમાં સમાવી લે, 

તારા શબ્દોના મોહપાશમાં જકડી લે, 

મારા અંગે અંગને તું આજ ભીંજવી દે,

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


તારી લાગણીઓના દરિયામાં ઓગળી દે, 

મનના અરમાનોને આખરી ઓપ આપી દે, 

હૈયાને તારા હેતમાં તું આજ ભીંજવી દે,

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


રાત પણ આજે આપણા પ્રણય ફાગમાં રાચવા અધીરી બની, 

શ્વાસોના ધબકાર પણ તારા માટે ધબકવા ઘેલા બન્યા,

અષાઢને પણ કહે મન મૂકી વરસી આજ ભીંજવી દે,

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


અધર ઉપર અધર મુકી આજે પાણી પાણી થાઉં છે,

આલિંગનમા તારા ભળી અસ્તિત્વ વીસરી જાઉં છે, 

ઉઠેલા આ અરમાનોને તારા સ્પર્શથી આજ ભીંજવી દે,

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


અંગ ઉપાંગને આજ તારા આહલાદક સ્પર્શથી ઢાંકી દે,

યૌવન જે ચડયું છે હિલોળે એને એનું મનગમતું આપી દે, 

ક્યારેક તો રાતો હશે તારા વિના સૂની પણ આજ ભીંજવી દે, 

ભલે વરસતો વરસાદ આજ, 

એને મન મૂકી વરસવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance