મન મોહી ગયું ...!!
મન મોહી ગયું ...!!
તને જાતા જોઈ સોસાયટીના નાકે,
મારું મન મોહી ગયું,
તારા રૂપે મઢ્યા ગોરા ગોરા ગાલે,
મારું મન મોહી ગયું,
હોઠે પર છે લાલી ને ભાલમાં બિંદી,
તારા ચોટલાના કાળા ભમ્મર વાળે,
મારું મન મોહી ગયું,
નાજુક નમણીશી તું આંખને ગમતી,
તારી મોહિનીશી મદમાતી ચાલે,
મારું મન મોહી ગયું,
સવારી છે સ્કૂટીની, ટેટૂ દોર્યા હાથે,
તારા લહેરાતા એ દુપટ્ટની શાખે,
મારું મન મોહી ગયું,
તને જાતા જોઈ સોસાયટીના નાકે,
મારું મન મોહી ગયું.

