STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

મમતાના મોલ

મમતાના મોલ

1 min
209

 મમતાના મોલ

અષાઢી મેઘ ગજાવે અંબરમાડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડીએના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી મા કંઠે હાલરડાંના ,ઊભરતા ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાંઝૂમતી જીંદગી ઝીલી નવરંગ

સંતાનો કાજે ઝીલી દુઃખડાંમાવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે રંગી વસંત જેમમુખે રેલાતી ભાવનાના રંગ
રમે ચાંદની છોડી ગગન એવાભાળ્યા છે  માનાશીતલ રૂપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમેનિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખઅખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડીતારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યોતો શામળોવૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama