STORYMIRROR

Nupur Oza

Tragedy

3  

Nupur Oza

Tragedy

મમ્મીનો ખોળો

મમ્મીનો ખોળો

1 min
266

મમ્મીનો એ ખોળો આજ મને ખૂબ યાદ આવે છે,

જિંદગીના હર એક પળમાં મને મીઠી નીંદર આવે જ એ જરૂરી પણ નથી,

પણ મમ્મી તારા ખોળામાં માથું રાખીને ઊંઘવા મળે તો નીંદર ચોક્કસ મીઠી આવે.


મમ્મીનો એ ખોળો આજ મને ખૂબ યાદ આવે છે,

નાની હતી ત્યારે મને ટાપલી મારી ઊંઘાડી તો દેતી,

પણ આજ જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે મને એ હાથ ખૂબ યાદ આવે છે.


મમ્મીનો એ ખોળો આજ મને ખૂબ યાદ આવે છે,

નાની હતી અને કંઈ થતું તો મમ્મીના ખોળામાં જઈ હું ખૂબ રડી લેતી, 

પણ આજ તો જ્યારે રડવું આવે છે, ત્યારે મમ્મી તારો ખોળો તો નથી મળતો,

પણ હા તારી યાદો ને યાદ કરી બસ તારા હોવાનો અહેસાસ કરી,

હું તારા ખોળામાં જ સૂતી છું તેવું માની લઉં છું.


મમ્મીનો એ ખોળો આજે મને કોઈ યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy