કંકોતરી
કંકોતરી
1 min
314
કંકોતરીમાં નામ નહી હોય બન્નેનું સાથે તો પણ ચાલશે,
કોઈ મેરેજસર્ટિફિકેટ પર પ્રમાણ નહીં હોય સાથે રહેવાનું તો પણ ચાલશે.
આપણે તો પ્રેમ કરવો એવો કે હૃદયમાં નામ હોય ફક્ત એકબીજાનું,
ને આંખ બંધ થતાં જ એકબીજાની સમક્ષ હોય આપણે.
આપણે ક્યાં કોઈ કાગળનાં સંબંધ સાથે લેવા દેવા,
આપણે તો ફક્ત હૃદયના ધબકારાથી જ બંધાયેલા.
કાગળ પર સહી કરતા જ કાગળ પરના સંબંધ પૂરાં થાય,
આપણા તો હૃદયના ધબકારા સાથેના સંબંધ...
અહીંયા તો બન્નેના ધબકારા સાથે જ બંધ થવાનાં.