વાહ રે વાહ
વાહ રે વાહ
વાહ રે વાહ,
આવ્યો આપણા પ્રેમનો પર્વ આવ્યો,
વાહ રે વાહ,
આ તો આપણી ઉત્તરાયણનો પર્વ આવ્યો.
આજ બનીશ હું ફરી પતંગ ને ફરી,
તને મને જીલવાનો મળશે આ મોકો.
વાહ રે વાહ,
આવ્યો આપણા પ્રેમનો પર્વ આવ્યો,
વાહ રે વાહ,
આ તો આપણી ઉત્તરાયણ નો પર્વ આવ્યો.
તું મોકલીશ ફરી મને દૂર આકાશ ગગનમાં,
તો પણ નીરખતો રહીશ તું મને દૂરથી પણ,
તને હરખ હશે...મને ઉંચા આકાશમાં ઉડાવવાનો,
ને મને ડર હશે ફરી મારા કપાયાનો.
વાહ રે વાહ,
આવ્યો આપણા પ્રેમનો પર્વ આવ્યો,
વાહ રે વાહ,
આ તો આપણી ઉત્તરાયણ નો પર્વ આવ્યો.
હું કપાઇ જાવ તો પણ મારી પાછળ દોડીશ નહીં...
મેં પતંગ પાછળ દોડતા લોકો ને મરતાં પણ જોયા છે.
બસ ફક્ત એક સ્મિત નાનું આપ જે ને...
દૂર થી પણ કપાઇ જવાનો આનંદ હશે તારા એ સ્મિત ને જોઈ ને...
વાહ રે વાહ,
આવ્યો આપણા પ્રેમનો પર્વ આવ્યો,
વાહ રે વાહ,
આ તો આપણી ઉત્તરાયણ નો પર્વ આવ્યો.
