મમ્મી
મમ્મી
વરસાદી બપોરે ગરમાગરમ રોટલી એટલે મમ્મી
સમીસાંજે રાયપુર ના ભજીયાની મજા એટલે મમ્મી
ભર ઉનાળે પરિક્ષા ટાણે લીંબુ શરબત એટલે મમ્મી
નવા કપડા ઘરે દરજી દિવાળી રંગોળી એટલે મમ્મી
કાર્બન કોપી રૂપે રંગે વળગે યાદ અશ્રુ એટલે મમ્મી
નિર્જળા અપવાસ ગરબી ટપકા રંગોળી એટલે મમ્મી
રાજાપૂરી અથાણાં બનાવે હસતા રમતા એટલે મમ્મી
ઘોડો ખૂંધતા ભાવવિભોર જીવંત લાગણી એટલે મમ્મી !
