મળ્યાં તું અને હું
મળ્યાં તું અને હું
માનવ મહેરામણમાં મળ્યાં તું અને હું,
જોઈને એકબીજાને મલકાયા તું અને હું,
સાજન - માજન આવી બેઠું માંડવીયે,
લગ્નની મજબૂત દોરે બંધાયાં તું અને હું,
લક્ષ્મી નારાયણ સમી જોડી આપણી,
એકબીજામાં કેવાં ખોવાયાં તું અને હું,
તીનકા તીનકા જોડીને માળો બનાવ્યો,
બચ્ચાંના કલશોરથી હરખાયાં તું અને હું,
ભણાવ્યાં ગણાવ્યાં ને ઊડવાની પાંખો આપી,
સમય આવ્યે ઊડી ગયાં રહ્યાં તું અને હું.
