મળવા નહીં આવું
મળવા નહીં આવું


આ ઘરનો બોજ છોડીને તને મળવા નહીં આવું,
લગારે હાથ જોડીને તને મળવા નહીં આવું.
વસે છે તું જ ભીતરમાં સ્મરણમાં તું સદા રહેતો,
દિવાલો દિલની તોડીને તને મળવા નહીં આવું.
અલગ મેં રીત રાખી છે તને ભજવા અને મળવા,
ધજા ધર્મોની ખોડીને તને મળવા નહીં આવું.
ધરા પર હોડ જામી છે નરી આંખે ના દેખાશે,
એ છાના ભેદ ફોડીને તને મળવા નહીં આવું.
જરૂરત જેટલી જ્યાં તેટલું હું વ્હાલ વ્હેંચું છું,
સપન સૌનાં મરોડીને તને મળવા નહીં આવું.
તરી સામે કિનારે પહોંચવાની નેમ રાખી છે,
હલેસાં વિણ છે હોડીને તને મળવા નહીં આવું.