મળશે મંઝિલ
મળશે મંઝિલ


ઊભો છે તું આજ જોમ-સમરાંગણે,
બતાવવા શક્તિ તારી કેટલી બાવડે?
નથી માત્ર બળ એકલું જીતશે જંગ,
જોઈશે કળની પણ ભાગીદારી સંગ !
કર મૈત્રી બળ, બુદ્ધિ ને વિશ્વાસ સંગ,
ચીંધશે મંઝિલ તુજને આ ત્રિવેણી સંગ.
ભૂલીશ ના તું આ જગ- શક્તિદાતાને.
કર યાદ ઝૂકાવી શીશ એ મહાત્માને.
ભર જુસ્સો નસે-નસમાં એકી શ્વાસે,
કર નજર એ લક્ષ તરફ પૂર્ણ વિશ્વાસે.
મળશે મંઝિલ તને છે એ નિશ્ચિત,
લહેરાશે વિજય -પતાકા તુજ બાવડે.