મળી છે
મળી છે
આજે એક વાત મળી છે,
તારાઓને રાત મળી છે.
વનવગડે ભમતાં પવનને,
ટહુકાની ભાત મળી છે.
હાથ એણે પકડ્યો અચાનક,
તાળીઓ સાત મળી છે.
ચૂપકીદીની એક ગઝલમાં,
શબ્દોની નાત મળી છે.
જીવી જીવીને સમય ગયો,
ચાલતાં ચાલતાં લાત મળી છે.
રેલાયા યાદોના ફરી રેલા,
એકલતાની સોગાત મળી છે.
