મળે
મળે
સાથ તારો જો મને પળભર મળે,
રસ્તે ચાલવાને મને હમસફર મળે.
સાવ નિર્જન રાહમાં અટવાઈ ઊભો,
આવો તમે તો મને રાહબાર મળે.
આવકારવા તમને હ્રદય મારૂં તલસી રહ્યું,
તમે બોલો તો મને રૂડો અવસર મળે.
અંધારી નિશાનો હું છું મોજિલો મુસાફિર,
તમે ઉગો તો મને તેજ પ્રકાશિત ક્ષણ મળે.
જર્જરિત દિલમહેલ થઈ રહ્યો છે 'જીત';
તમે પાડો પગલાં તો મને અણસાર મળે .
