મળે પણ ખરી
મળે પણ ખરી
ટપકતાં આંસુને હથેળીમાં લઇ,
પ્રેમ ભાષા જાણવા,
મળે પણ ખરી.....
પારેવડાંને વિહરતું નિરખી આભમાં,
નયનમાં પિયુના સંદેશાની જાણ,
મળે પણ ખરી.....
લતાઓને પણ વૃક્ષોમાં વીંટળાઈને,
પ્રકૃતિની નિરાળી હૂંફ,
મળે પણ ખરી.....
અબોલ પશુ -પંખીઓને મુકભાષામાં,
પ્રેમગોષ્ઠિની મસ્ત મજા,
મળે પણ ખરી.....
આંખનો જો ઈશારો મળે તો,
"મિલન "ને સાચી મંઝિલ,
મળે પણ ખરી....