Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Deriya

Abstract Drama Inspirational

4  

Komal Deriya

Abstract Drama Inspirational

મળે ન મળે

મળે ન મળે

1 min
262


દિલ ભરીને જોઈ લો આજે આ માહોલને

કોને ખબર પછી આવું ડિપાર્ટમેન્ટ મળે ન મળે,


ભરી લો શ્વાસમાં સૌની લાગણીની સુંગધ 

કોને ખબર પછી આવો સહકાર ક્યાંય મળે ન મળે,


બધાંને ધરાઈને જોઈ લો આજે

પછી આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે,


સમાવી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો

પછી આ કૉલેજ, આ વર્ગખંડ, આ મેદાન મળે ન મળે,


રડી લો આજે મિત્રોને વીંટળાઈ ને અહીં 

પછી કોઈ ને કોઈની ખબર મળે ન મળે,


મન ભરીને ઝૂમી લો આજે સૌની સાથે 

પછી કોઈ'દી આવો અવસર મળે ન મળે,


આ પળો ને યાદગાર બનાવી લો સૌની સાથે

શું ખબર પછી આવો મિલાપ મળે ન મળે,


બોલી લઉ આજે આ પ્રેમાળ પરિજન વચ્ચે 

કોને ખબર પછી આવા શ્રોતાઓ મળે ન મળે,


નિરખી લો દરેક પ્રેમાળ ચહેરાને કોમલ

પછી આ અનંત ચંચળ સ્મિત મળે ન મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract