STORYMIRROR

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

મળાતું નથીં

મળાતું નથીં

1 min
387

મળું તો રોજ છું પણ મળાતું નથી,

દિલમાં છે એ જ કહેવાતું નથી.


ખામોશીમાં સમજી જાવ તો સારું,

લાગણીનું પૂર આંખોમાં સમાતુ નથી.


શબ્દોમાં કહેવું તમને સાવ વ્યર્થ છે,

આંખ સામે છે તો પણ દેખાતું નથી.


ધીરે ધીરે રગ રગમાં ફેલાઈ રહ્યું છે,

પ્રેમનું દર્દ રોકુ તો પણ રોકાતું નથી.


વાતો તારી હૃદયમાં કોતરાઈ ગઈ બધી,

અજબ વળગણ છે, છુટાતું નથી.


પહોંચી ગયો છું ચાહતના એ મુકામ પર,

ઇરછું તો પણ પાછું વળાતું નથી.


આંખમાં અનેક રહસ્ય લઈને ન ફરો,

ડૂબી જાવ છું, કશું કળાતું નથી.


થાકી ગયો, આમ તો સફર કેમ પુરી થશે,

તમારા વગર એક કદમ ચલાતું નથી.


મોત આવે તો પણ હવે કોઈ ગમ નથી,

પ્રેમને સોંપી છે દોર, જીવન ગભરાતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance