મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ
ઉત્સવ ઉજવીએ ઉમંગના
પ્રકૃત્તિ પર્વ સૂરજ દેવના
ઝીલે ધરા તરૂ તેજ ચેતના
છે મકરસંક્રાંતિ ઉપાસના,
ગગન ગોખે, સૂરજની સાખે
વાયા વાયરા પતંગે
ઊગ્યું રે પ્રભાત, ઘેલું ગુજરાત
ઝૂમે રે નભ નવરંગે,
ગામ નગર ચોકે, ઉત્સવ ઉમંગે
જામી ઉત્તરાણ સાચે
કાળા ઘેંસિયા, ગોથ જ મારે
ફૂદી ફાળકે નાચે,
દોર પતંગો ને, મલકતાં હૈયાં
ચગે આભલે ઝપાટે
પેચ પતંગોના, છૂપી નજરોના
સરકે મોજ સપાટે,
નાનાં મોટેરાં, સૌ કોઈ ઝૂમે
કાપો પોયરાં જ બોલે
લાવો રે ઊંધિયું, ખાઓ તલસાંકળી
માણી મજા સૌ ડોલે,
પંખીડાં ઊડે, સંભાળજો હેતે
ના રે થાય આજ કષ્ટ
દે સંદેશા રે, પતંગો સૌને
ઘાયલ જિંદગી જ નષ્ટ.
