STORYMIRROR

Meena Mangarolia

Inspirational Romance

3  

Meena Mangarolia

Inspirational Romance

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ

1 min
26.2K


તારી હયાતી એજ મારી

મકરસંક્રાંતિ...

તારા વિના મારી અગાશી

અકળાતી...

તું બને પતંગ તો હું બનું દોરી,

તું છોડે ઢીલ તો હું પેચ લગાવુંં.

તારી ફિરકી પકડી ને હુ રાજી રાજી.

તું સાદ પાડે તો હું દોડી દોડી આવું

તારી પકડેલ દોરીનો હું લચ્છો બનાઉં.

તારી સાથે બુમો પાડું એ કાપ્યો કાપ્યો છે.

તું આજ આકાશ બને તો

હું વાદળી બનું

તું પવન બને તો

હું લહેરખી બનું

તું મારો પ્રિય બને

તો હું તારી પ્રિયતમા

પણ

તારી હયાતી એજ મારી

મકરસંક્રાંતિ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational