STORYMIRROR

Ranjitbhai Boricha

Romance

4  

Ranjitbhai Boricha

Romance

મજધારે

મજધારે

1 min
321

વહાલમ સંગે રહેવા થનગને જ્યારે મનડું,

રગેરગમાં દોડે પ્રેમ તણા અવિરત ઝરણા,


સાજણની વાટડી નિહાળે તરસ્યા નયન,

દલડાંને ભીંજવવા આવતો ત્યારે વરસાદ.


યાતના અનેક વેઠતી પિયુ આગમન કાજે,

દરિયા સમી દુનિયા મજધારે સતાવે યાદ,


મિત પધારશે મારા અંતરના સૂના મહેલમાં,

લગની લાગી મુને પ્રિયજનને પામવા તણી,


નજરું નિહાળે રાહ વાલમનું પામવા મિલન,

વિતે હરએક પળ સદીઓ સરીખી મુજની,


યોગી સમ ધ્યાન ધરું તોએ દલડું ખાલીખમ,

ગહન કેવી વ્યાધિ તડપાવે પિયુનો વિયોગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance