STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Inspirational

4  

Aniruddhsinh Zala

Tragedy Inspirational

મજધારે ડોલતી જીવન નૈયા

મજધારે ડોલતી જીવન નૈયા

1 min
427

નાવ ચાલે મજધારે જીવનની, ઉપર વાદળ ઝાઝાં ઘેરાય 

ડર ભીતરે પ્રગટે ઝાઝો, હરિ આવીને ઉતારો ભવપાર,

સંસાર સાગરે ભૂલો પડ્યો હું, ઉછળે મોહ માયાનાં મોજાં અપાર,

ચિતડું ચડ્યું ચગડોળે મારું, પ્રાણ રક્ષાનો ઝાઝો નીપજે વિચાર,

ડર ભીતરે પ્રગટે ઝાઝો, હરિ આવીને ઉતારો ભવપાર,

કરેલા કર્મો હવે આવે છે યાદ, પસ્તાવા કેરો હવે નહીં પાર,

જીવન સ્વાર્થમાં વેડફ્યું ઝાઝું, વિપત પડે હરિ આવ્યા તમે યાદ,

ડર ભીતરે પ્રગટે ઝાઝો, હરિ આવીને ઉતારો ભવપાર,

પરમકૃપાળુ એક તારો આધાર, હાલક ડોલક થાય મારી નાવ 

મધદરિયે મને સૂઝે ન કાંઈ, કર્મો કાળા મારા આવે છે યાદ,

ડર ભીતરે પ્રગટે ઝાઝો, હરિ આવીને ઉતારો ભવપાર,

'રાજ ' જીવન રૂડું વ્યર્થ ન જાય, પરમાર્થ કાજે હવે જીવવું લગાર 

મોકો આપજો હરિ એક જ વાર, તવ ભક્તિમાં જીવવું જીવન લગાર,

નાવ ચાલે મજધારે જીવનની, ઉપર વાદળ ઝાઝાં ઘેરાય 

ડર ભીતરે પ્રગટે ઝાઝો, હરિ આવીને ઉતારો ભવપાર.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy