STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

મજબૂત છું

મજબૂત છું

1 min
183

માટીનો હું માણસ છું તોય કેટલો મજબૂત છું,

ઈશ્વર, તારી નિષ્ફળતાનો હું એક સબૂત છું !


તું ભૂલી ગયો છે લખતા થોડું સુખ જીવનમાં,

હું છતાં પણ એ જીવન જીવવા સહમત છું !


તે બનાવી લાગણી, ના બનાવ્યા સમજનાર,

હશે, બની શકે કે હું આ વાતમાં ગલત છું !


હૃદય એક બનાવ્યું, આંખો કેમ બે આપી ?

કદાચ એટલે જ હવે હું ખુશીથી વંચિત છું !


ફરિયાદ નથી કરતો તને, થોડું ધ્યાન આપજે,

દુનિયા માનવા લાગી કે હું થોડો શાપિત છું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational