મજાક
મજાક
જુવાનીનું ગાંડપણ અને બાળપણની મજાક બધું મજાકમાં રહી ગયું.
તે જાણે એક યાદ બનીને વિસરી ગયું.
કોઈ ઓસ્ટ્રેલિયા ને કોઈ ઇંગ્લેન્ડ પહોંચી ગયું.
કોઈ બહેરું તો કોઈ બોખું થઈ ગયું.
કોઈને મોટું પેટ ને કોઈ સ્લિમ બોડીમાં ફીટ થઇ ગયું.
કોઈ દાદા દાદી બની ગયું ને કોઈનું તો, હજી સગપણ રહી ગયું .
ઉંમર સાથે વધતા દિવસો આપણી સાથે કાળા કરી ગયા.
પરિસ્થિતિ પ્રમાણે બધા પોત પોતાના રસ્તે ચડી ગયા.
અને બધા ક્યાંથી ક્યાં પહોંચી ગયા.
અહી તો વાત મજાકની હતી ને બધા સિરિયસ થઈ ગયા ...!
