મિટાવી દે ગમ
મિટાવી દે ગમ

1 min

329
સ્થળ એક અલાયદું છે,
પણ સદાય લાગે પોતીકું,
ઘર પાસેનું એ સુંદર મંદિર,
જ્યાં ઠાલવુ મારી લાગણીઓ,
મનમાં છુપાયેલી સંવેદનાઓ,
સહુ અર્પે છે આપણને પ્રેમ,
દિલ કદીય ન ભરાતું એમ,
એ ઈચ્છે સદાય કોઈ શ્રોતા,
એ છે મારાં મંદિરનાં દાદા,
શાંત ચિત્તે જાણે મલકાય,
વણ કહે સઘળું સમજી જાય,
મનને તો જાણે બનાવે નરમ,
ભૂલાવી દે એ દુઃખનાં ભ્રમ,
તફલીક તો કોઈ ન લે કોઈની,
બસ કોઈનાં બે મીઠાં વેણ,
મિટાવી દે ગમનાં એ કહેર,
બસ ખુદા તું જ તારણહાર,
તારાં દ્વારે જ આવું વારંવાર !!