STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

દિલથી કરીબ

દિલથી કરીબ

1 min
223

તારા રૂપની અમીરાત હું,

તુજને મુબારક કરૂં છું,

મારી મસ્ત ફકીરીમાં હું,

મસ્ત બની જીવન જીવું છું..

પ્રેમ તુજને જરૂર કરૂં છું હું,

તારા રૂપનું ગુમાન પસંદ નથી,


સરળ પ્રેમ જો હોય તારો હું,

અવગણના કદી કરતો નથી... 

તારા અમીર મહેલમાં હું,

અહંકારના નાદ સાંભળુ છું, 

મારી આ સાદી કુટિરમાં હું,

નાદ બ્રમ્હને સતત રેલાવું છું... 

અમીરી તારી અપનાવીને હું,

ગુલામ બનવા ઈચ્છતો નથી,


મારા મનની અમીરાત ને હું,

કદી પણ છોડી શકુ તેમ નથી...

ભલે ધનનો ગરીબ છું હું,

મારા મનથી ખૂબ અમીર છું,

મારી"મુરલી" ના સૂરથી હું,

સૌના દિલથી ખૂબ કરીબ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama