STORYMIRROR

Rajeshri Thumar

Drama

3  

Rajeshri Thumar

Drama

હસમુખી સખી

હસમુખી સખી

1 min
147

મળી જ્યારથી રહ્યો તુજ પ્રભાવ મુજ પર,

સદા હસતી ને હસવતી તું લાડલી સૌની,


ભરી તુજ અજબ સાહસિકતા ને નીડરતા,

છો તું ચાલાક, નિપુણ ને હોશિયાર,


નજર તુજ બાજ, વસે તુજ શારદા,

પડે તુજ નજર જ્યાં થતું કોઈનું માપદંડ,


ઝગડે જો મુજ સંગ તો પણ લાગતી વ્હાલી,

છલકતો તુજ પ્યાર એ ઝગડા મહી,


તું પ્યાલો અમૃત તણો, ગમતી તુજ એ મીઠાશ,

છો એટલે જ તો નજીક આમ દિલથી,


સૌથી તું મારી લાડલી, વારી જાઉં તુજ અદા,

લાગે કે છે કોઈ સંબંધ આ ભવોભવનો,


કરતી તું ચાળા ને નખરા, જ્યાં કરું તુજ એ યાદ,

ભીંજાતી તરસતી મુજ આંખો જોવા તને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama