STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

મળે છે મનની શાંતિ

મળે છે મનની શાંતિ

1 min
247

મળે છે મનની શાંતિ,

જ્યારે તમે તમારામાં લીન થઈ જાઓ છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે કોઈ ગરીબને ભોજન આપો છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે તમારા સંતાનો સાથે વાત કરો છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે તમારા વડીલોની સાચા દિલથી સેવા કરો છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે બીજાના દુઃખે દુઃખી થાઓ છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે પોતે પોતાની રીતે જીવો છો,


મળે છે મનની શાંતિ,

જ્યારે તમે ગાઢ નિદ્રામાં પોઢો છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama