STORYMIRROR

Bhakti Khatri

Drama

3  

Bhakti Khatri

Drama

મહાશક્તિ

મહાશક્તિ

1 min
194

દેવી દેવતાઓ પાસે છે હરહંમેશ મહાશક્તિ,

મનુષ્યને નથી અર્પી ઈશ્વરે થોડી પણ મહાશક્તિ,


ઈશ્વર જાણે છે એનો ક્યારે કરવો ઉપયોગ,

મનુષ્ય જાણીને અજાણ બની કરે ઉપયોગ,


ઈશ્વર સમજાવે શક્તિઓ નથી જીત મેળવવાનો ઉપાય,

મૌન અથવા પ્રેમથી પણ ક્યારેક જીત મેળવી શકાય,


ઈશ્વરે દરેક યુધ્ધમાં શક્ય એટલો કર્યો ઓછો ઉપયોગ,

મનુષ્ય પ્રથમ જ વારમાં કરે શક્તિઓનો ઉપયોગ,


મહાશક્તિનો ઉપયોગ સર્જે છે કાયમ વિનાશ,

ઈશ્વર જ જાણે છે કેમ અટકાવવો એ વિનાશ,


આપે જો ઈશ્વર મનુષ્યને મહાન શક્તિઓનો કરવા ઉપયોગ,

ભૂલે મનુષ્ય ભજવું ઈશ્વરને કરીને વારંવાર એનો ઉપયોગ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama