મિત્રતા.
મિત્રતા.
મિત્રતાના રંગથી જો વિશ્વના રંગાય જાય બધા દેશ,
ભાઇચારાની ભાવનાથી પછી બંધાય જાય બધા દેશ,
ના રહે સરહદના ઝગડા, ના મરે કોઇ કદી માઇના લાલ,
એકતાના સુત્રતાથી કેવા પછી સંધાય જાય બધા દેશ,
અણુબોમ્બ અને પરમાણુબોમ્બનો ના રહે દિલમાં ડર,
દુશ્મનાવટની આગમાં જુઓ ના શેકાય જાય બધા દેશ,
ના રહે આતંકવાદ ના જન્મે કોઇ હાફિજને કોઇ મશુદ,
નિજ સ્વાર્થ ખાતર પૈસાથી ના વહેંચાય જાય બધા દેશ,
જાગી જાય જો દરેક માનવના મનમાં માનવ પ્રત્યે પ્રીત,
યુધ્ધની ભયંકરતાથી પછી ના રહેંસાય જાય બધા દેશ.
