STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મિત્રો

મિત્રો

1 min
13.3K


મારો આધાર મિત્રો

મારો વિચાર મિત્રો.


પ્રતિ ડગલે ગમતા,

મારો વ્યવહાર મિત્રો.


ઉત્સવપ્રિય મન મારું,

મારો તહેવાર મિત્રો.


ના રહું એકલોઅટૂલો,

મારો શણગાર મિત્રો.


સુખદુઃખના સંગાથી,

મારો સહકાર મિત્રો.


એકવચને વદનારા,

મારી હારોહાર મિત્રો.


ટિખળને મજાકમાં,

મારો ઉચ્ચાર મિત્રો.


રોકનારાને ટોકનાર,

મારો ઉપચાર મિત્રો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational