મિત્રો મારું હિલ સ્ટેશન
મિત્રો મારું હિલ સ્ટેશન
મિત્રો પાસે જ
હૈયું હળવું થાય
આનંદ મળે
મિત્રો આપણાં
જાણે! હિલ્સ્ટેશન
સુકુન આપે
મિત્રો આપણાં
જાણે ! દર્પણ જેવા
દોષ ના જોવે
મિત્રો આપણા
જાણે! વિશાળ નભ
ઉજાસ આપે
મિત્રો આપણાં
જાણે !મોટો દરિયો
બધું સમાવે
મિત્ર આપણો
જાણે! ધરતી પર
સ્વર્ગ લાવે
મિત્ર આપણો
જાણે !આકાશી બુંદો
તૃપ્ત કરે