મિત્ર
મિત્ર
જાત જાતના ભાત ભાતના મળતા મિત્ર
સંગ ને સોબત થકી બદલી નાખતા ચિત્ર
શેરી મિત્ર સો મળે તાળી મિત્ર હોય અનેક
જેમાં સુખ દુઃખ પામીએ એ લાખોમાં એક
કૃષ્ણ જેવાને મળ્યા'તા સુદામા જેવા સખા
બાકી તો નસીબમાં વાંકા સખા જે કરે ડખા
મિત્ર ઐસા કીજીયે જૈસે સિર કો હોતે બાલ
જો કાટ કાટ કે કાટીએ ફિરભી તજે ન ખાલ
મિત્રતા ઇમારત ટકે થકી પ્રેમ અને વિશ્વાસ
સાચા મિત્રો તો સાથે લે સુખ દુઃખનો શ્વાસ
મિત્ર ઐસા હી કીજીએ જો ઢાલ સરીખા હોય
દુઃખમાં આગળ રહે ને સુખમાં પાછળ હોય
જાત જાતના ને ભાત ભાતના મળતા મિત્ર
કોઈ લાગે પોતીકા તો કોઈ પ્રાણી વિચિત્ર
તમે હશો મિત્ર સરીખા એ ઓળખ તમારી
રાખો મિત્ર જેવું લક્ષ જીવનનું શીખ અમારી.