STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

મિત્ર

મિત્ર

1 min
351

મિત્રતાની પણ કેવી 

છે અજબ ખુમારી 

સાચો મિત્ર 

સુખમાં દેખાતો નથી.

દુઃખમાં એકલાં છોડતો નથી.


મિત્રતા એટલે વિશ્વાસ

આંખે અશ્રુ આવવા દેતા નથી

હિંમત આપી પડખે ઉભા રહે

બધાં પ્રસંગે ઉપસ્થિત રહે છે 

કદી એકલાં પડવાં દેતાં નથી.


અરસપરસ ભાવના સમજે છે 

ડગલે પગલે સાથ સહકાર આપે છે 

ચમકતા તારાની જેમ 

સદાય આસપાસ રહે છે.


દુઃખમાં પડખે રહે છે

સઘળી જવાબદારી ઉઠાવે છે

ચિંતા દૂર કરવા કોશિશ કરે છે 

મિત્ર ઢાલ બનીને રહે છે.


સંજોગ,સમય ને સ્થિતિમાં 

પરિસ્થિતિ અનુસાર ચાલે છે 

મિત્ર દૂર હોય તો બહું યાદ આવે છે 

ને સાથે હોય ત્યારે વરસાવી દે

અનરાધાર લાગણીઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational