મિલનની આશા
મિલનની આશા


જેવી રીતે નદી સાગરને મળવા બધા જ,
અવરોધ પાર કરીને આવે છે,
આપણું મિલન પણ કદાચ એવું જ હોય,
જ્યારે પણ મળીએ એકબીજામાં ભળી જઈએ.
જેવી રીતે ધરતી બધા જ બંધન તોડી,
આકાશને ક્ષિતિજ રૂપે મળે છે,
આપણું મિલન પણ કદાચ એવું જ હોય,
જ્યારે પણ મળીએ એક થઈ જઈએ.
જેવી રીતે ચાંદની ચાંદને મળવા માટે,
પોતે વિખરાઈ જાય છે,
આપણું મિલન પણ કદાચ એવું જ હોય,
જ્યારે પણ મળીએ એકબીજાથી જોડાયેલા રહીએ.
જેવી રીતે વરસાદ ધરતીની તરસ છીપાવવા,
પોતાનું મન મૂકીને વરસે છે,
આપણું મિલન પણ કદાચ એવું જ હોય,
જ્યારે પણ મળીએ મન મૂકીને વરસીયે.
આમ તો કહેવાય છે નદીના કિનારા ક્યારેય નથી મળતા,
આપણે બન્ને પણ એવા જ છીએ કદાચ પણ,
જેવી રીતે નદીના બે કિનારા મિલનની,
પરિભાષા બદલીને મળે છે,
આપણું મિલન પણ કદાચ એવું જ હોય,
જ્યારે પણ મળીએ પાસે ભલે ના હોય,
સાથે હંમેશા માટે ચાલીએ.