STORYMIRROR

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

મિલન મેળાપ

મિલન મેળાપ

1 min
350

શું છે આનું તાત્પર્ય ?

શરીરથી શરીર

આત્માથી આત્મા

મનથી મન


અરે.. એ તો ખરું જ

થોડું એ થી વિશેષ પણ ખરું

એક વત્તા એક બે નહીં એક


હા.. ખરું જ સમજ્યા

હોય ભલે ખોળિયા બે

પણ અંતરાત્મા તો એક જ


એકમેકમાં સંપૂર્ણ ઓતપ્રોત

ભાવો અને વિચારની સામ્યતા

વાણીને વર્તનની એકતા


કંઇક આવી વ્યાખ્યામાં 

બાંધી શકીએ મિલન મેળાપને

એક નું દુઃખ બીજાના અશ્રુ

એકની ખુશી ને બીજાનું સ્મિત


સંગ સંગ મલકાવું ને

સંગ સંગ હરખાવું

સંગ સંગ ઝુરવું ને

સંગ સંગ તડાપવું


એક બીજાના પર્યાય

યા હોય એકમેકનો આઇનો

કોને રે જોવે ને કોને રે જાણે

કોને સાંભરે ને કોને રે વિસરે


આ જ તો છે મિલન 

ને આ જ તો વળી મેળાપ

એક ને અંતર એ હૈયે

બીજાના હો હસ્તાક્ષર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance