મીઠી ફાઈટ કરીએ
મીઠી ફાઈટ કરીએ
એક ચોકલેટમાં બંને મળી બાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
યુવાનીમાં કરેલી ઘેલછાઓને યાદ કરીએ,
પ્રણયનાં એ પ્રસંગને ફરી રિપીટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
જવાબદારીથી ભારેભરખમ થઈ ગયેલી,
જિંદગીને આજ થોડી લાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
ઉંમર સાથે સાથે બોરિંગ થઈ રહેલી,
આ લાઈફને ચાલ એક્સાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
મીઠી ગોષ્ઠી અને છાની મુલાકાતોને,
કરી યાદ એની ગલીમાં વિઝીટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
બળબળતાં તાપ સમ તપ
તી આ સફરને,
આપી વિસામો, ચંદ્ર સમી શીતળ નાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
સમયાંતરે થયેલી ભૂલો, ને ફરિયાદોને ફોક કરી,
જીવનની બધી ક્ષણોને હવે રાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
શંકા, કુશંકાઓમાંથી મનને મુક્ત કરી,
સંબંધનાં સેતુને વિશ્વાસથી ટાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
ઉંમરનાં છેલ્લા પડાવ પર એકમેકનું ધ્યાન રાખીએ,
અંતિમ સફરનાં શ્વાસોને પ્રણયથી બ્રાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ,
એક ચોકલેટમાં બંને મળી બાઈટ કરીએ,
ચાલ ફરી સાહેબા મીઠી એ ફાઈટ કરીએ.