મીઠાં જળ વરસાવો
મીઠાં જળ વરસાવો
વનવગડામાં ટહુકે મોર મેઘરાજા વહેલા આવો,
ધોમધખતી ગરમીથી આ સૃષ્ટિને બચાવો.
ચોમાસાના દિવસ આવ્યા વહેલેરા પધારો,
મીટ માંડીને બેઠા સૌ આમંત્રણ અમારું સ્વીકારો.
પશુ, પક્ષી જીવજંતુને ના તમે તરસાવો,
અષાઢ મહિનો આવ્યો હવે મીઠાં જળ વરસાવો.
ધરતીમાતા પાડે પોકાર અમને ના તડપાવો,
અમીવર્ષા કરી તમે હરિયાળી ફેલાવો.
ધોધમાર વરસીને નદીનાળાં તમે છલકાવો,
વાવણી માટે રાહ જોતા ખેડૂતને હરખાવો.
