STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

મીણનું હૈયું

મીણનું હૈયું

1 min
274

દીધું છે તે પ્રભુ અમને મીણ સરીખું હૈયું, 

જરા વાત આવી લાગણીની ને પીગળતું રહ્યું છે હૈયું, 


ઝમતાં ઝાકળનાં અશ્રુઓ સંગાથે કેલી કરતું, 

પલ પલ થતી અવહેલનાથી ઓગળતું રહ્યું છે હૈયું, 


ન આશની કોઈ વાત છે, સદાય ઝંખના સાથે ઝરતું રહ્યું, 

પ્રેમની વાત આવે તો જલ બિન મિન પિયાસી કરતું રહ્યું, 


દૂર દૂર સમંદરની લહેરો સાથે પણ લડતું રહ્યું, 

કેટલીય વાતોનાં ભણકારાની ભ્રમણાથી ભાગતું રહ્યું, 


આવી આવીને ચાલી જતાં, આ સપનાઓથી મુંઝાતું રહ્યું,

આ હૈયું છે મારું મીણ જેવું લાગણીઓથી નીતરતું રહ્યું, 


હૈયાની વાતને સોગાત ગણીને ધીમેધીમે ધબકતું રહ્યું, 

જમાનાની ઝંખનાઓને "સખી" હૈયાનાં આયનામાં નિહાળતું રહ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy