મહત્વાકાંક્ષા
મહત્વાકાંક્ષા
ચહું આંબવા આભને ભલે હોય ડગલું નાનું,
આકાંક્ષાઓ છે ઊંચી પૂરવાર કરવા છું મથું,
મુજ જાતથી વધુ તુજ છાયા પર ભરોસો રાખું,
એક હોંકારે જ બસ તારે ડગલું આગળ માંડુ,
લક્ષ્ય છે અનેક પહોંચવા ઝટ આગળ વધુ,
કઠિન મારગ મહીં તને આત્મવિશ્વાસ મારો જાણું,
છે ઊંડે છુપાયો મુજ મન મહી એ હું છું જાણું,
તેમ છતાં પામવા તને આભને આંબવા હું મથું.