મહિલા દિવસ
મહિલા દિવસ


લુબ્ધ કેમ માનવી આટલો બને?
વરસે એક જ દિવસ એની કને?
મનાવવા મહિલા દિવસ વરસે
નારી કુળ સાટું વરસ પૂરું તરસે
તન મન સંચારતી ચિત્ત માવડી
ને વહાવે ઘર સંસારની નાવડી
ભાર અડધો લઇ ભગિની કામનો
પ્રેમે કરતી ઢાલ બનીને સામનો
કાકી મામી માસી ફઈ ને ભાભી
કુટુંબ પરિવારની જાણે કે નાભી
વ્રતે તહેવારે વનિતા સાથે મળે
વિઘ્નો કૈંક વળી તેની મદદે ટળે
મેલી મૈકુ વામા બને અર્ધાંગિની
ભાઈ ભાંડુ છોડી કોઈની ભગિની
સમરસ બની વરી અજાણ્યા ઘરે
સ્ત્રી થકી કાંઈક લોક જિંદગી તરે
લુબ્ધ કેમ માનવી આટલો બને?
ક્ષુબ્ધ સંસાર સ્થિર માતાથી બને
મહિલા ભલે જગતનું અડધું અંગ
અનિવાર્ય જીતવા જગતનો જંગ
મનાવો મહિલા દિવસ રોજરોજ
એના શ્રમથી કરો છો રોજ મોજ
પ્રેમે વહે છે કેટલો તમારો બોજ
શક્તિ અપાર ભરી દિલથી ખોજ.