STORYMIRROR

Isha Kantharia

Romance Others

3  

Isha Kantharia

Romance Others

મહેફિલ

મહેફિલ

1 min
244

આંખો મારી છલકી તારો દિદાર માંગે છે,

હૈયું મારું ધડકી બસ તારો જ પ્યાર માંગે છે,


ગઝલને પણ ઈર્ષા થાય છે તારા રૂપની,

મારી ગઝલ પણ શબ્દોનો શણગાર માંગે છે,


મધુકર અને પ્રસૂનની મીઠી ગોષ્ઠીઓ જોઈ,

આ આંખો તારી આંખોની મીઠી તકરાર માંગે છે.


સજી ચૂકી છે મહેફિલ મારી રૂડી ગઝલોથી,

ભરેલા જામ હવે જાણે ખુદ પીનાર માંગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance