STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મહેનતના મજબૂત દાદર રાખ

મહેનતના મજબૂત દાદર રાખ

1 min
127

ખોલવા નસીબનું તાળું સાહસની ચાવી રાખ,

ફેલાવવા તારી સફળતાની સૌરભ,

તારી સફર જારી રાખ,

ચાવી વગર કદી ખૂલતું નથી તાળું,

મહેનત વગર સફળતા ક્યાંથી ભાળું ?


પહોંચવાને સફળતાને દ્વાર તું ચાલ્યે રાખ,

સપના સંતાડી શકે એવી ચાદર રાખ,

તારા વડીલો પ્રત્યે તું આદર રાખ,

પહોંચવા સફળતાની ટોચ પર,

મહેનતના મજબૂત દાદર રાખ,


ખ્વાબને હકીકતમાં રૂપાંતરિત કરવા,

તારી આંખ સામે સુંદર મંજર રાખ,

નકારાત્મકતાનાં વિચારોની હત્યા કરી શકે,

એવું હકારાત્મકતાનું મજબૂત ખંજર રાખ,

મેળવવા સફળતાનું કિંમતી મોતી,

હાથ તારે પરિશ્રમનું મોંઘામુલું જંતર રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational