મહેંકતા હાથ
મહેંકતા હાથ
અમે પત્થરોને ફોડનારા,
અમે પાષાણને ઘડનારા,
અમે ગાર-માટી ખૂંદનારા,
અમે નવા ઘાટ ઘડનારા,
અમે યંત્રોને બનાવનારા,
અમે યંત્રોને ચલાવનારા,
અમે લોખંડને તપાવનારા,
અમે ઈમારતોને રચનારા,
અમે કાળી મજૂરી કરનારા,
અમે પરસેવાથી મહેંકનારા,
અમે મહેનતમાં માનનારા,
અમે પ્રારબ્ધને બદલનારા,
અમે ભલે બરછટ ને મેલાં
અમે શૂન્યમાંથી સર્જનારા.
