મહેકતી ગઝલ
મહેકતી ગઝલ
ડાળીએ ખીલે પુષ્પો, મહેકાવે બાગ,
પંખીના ટહુકામાં ટહુકતી ગઝલ,
તારા સંગાથે, સોનેરી સાંજે
સોનેરી આકાશે ગુંજતી ગઝલ,
આપણાં મિલનની પળોમાં,
ઉછળતી ઉર્મિમાં ધબકતી ગઝલ,
વરસાદી પળોમાં, સુંદર ક્ષણોમાં,
ભીની માટીમાં મહેકતી ગઝલ,
આ વસંતનાં વૈભવે, આ આમ્રકુંજમાં,
કોયલના મધુર સ્વરમાં ચહેકતી ગઝલ,
આ સમી સાંજે, શાંત દરિયા કિનારે,
હૈયે આનંદની છોળો બની ઊડતી ગઝલ,
વિરહની વેદનામાં, અસહ્ય જુદાઈમાં,
વરસે આંખડી, અશ્રુ બની નીતરતી ગઝલ.

