મ્હેકાવી શકું
મ્હેકાવી શકું


ખુદને જો વિશ્વાસમાં લાવી શકું,
તોજ દિલમાં જ્યોત પ્રગટાવી શકું,
હું જ ના સમજી શક્યો ખુદને કદી,
હું તને કૈ રીતે સમજાવી શકું ?
એટલો સક્ષમ મને તું કર ખુદા,
સૌ ગરીબોને હું ખવડાવી શકું,
એટલી પણ તું મને ના દે ખુશી,
કે નયનમાં આંસુ ના લાવી શકું,
ખુદ બળી આપું બધાને રોશની,
આમ જીવનને હું મ્હેકાવી શકું.