મહેક ફેલાવે ફૂલ
મહેક ફેલાવે ફૂલ
બાગે બાગે મહેક ફેલાવે ફૂલ,
જોને એના ખૂબ ઉચા છે મૂલ.
ક્યારેક ઈશ્વરના ચરણોમાં જઈ પડે,
ક્યારેક દુલ્હનની વેણીમાં જઈ ચડે.
ક્યારેક કોઈ વિરની અર્થી પર ચડે,
ક્યારેક કોઈ કબર પર જઈ ચડે.
ક્યારેક મુગ્ધાનાં અંબોડે જઈ શોભે,
તો ક્યારેક પ્રેમનું પ્રતીક બની પ્રેમીના હાથમાં શોભે.
ક્યાંય પણ જાય મહેક આપવાનું એ ના છોડે,
એતો કંટક સંગ પણ પોતાની પ્રીત જોડે.
ભલે ને જીવે ઘડી ભર પણ મહેક પ્રસરાવી જાય અનેરી,
થોડું જીવન જીવે પણ જીવી જાય સોનેરી.
