STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

"મહાપુરુષો તેની સાક્ષી પૂરે છે

"મહાપુરુષો તેની સાક્ષી પૂરે છે

1 min
193

અટલ વિશ્વાસ હોય તો,

પર્વતને પણ ખસેડી શકાય,

મહાપુરુષો તેના સાક્ષી પૂરે છે.


હોય જો અડગ વિશ્વાસ તો,

મંઝિલ પણ ચરણોમાં ઝૂકી જાય,

આ એવરેસ્ટ પણ સર કરી શકાય.


આત્મવિશ્વાસની સામે તો,

મંઝિલ પણ ઘૂંટણ ટેકી જાય,


મહેનતથી મળી જાય મંઝિલ,

કંટક ભરેલી ડગર પણ,

ફૂલોથી સુશોભિત થઈ જાય.


હોય હૈયે મંઝિલ મેળવવાની અદભુત ચાહત તો,

રસ્તા પણ દોસ્ત બની જાય.


મંઝિલ પર પહોચવાની હોય હૈયે ધૂન,

તો રસ્તાનો પથ્થર પણ પગથિયું બની જાય.


અટલ વિશ્વાસ હોય તો,

ભાગ્ય પણ તમારા શરણોમાં ઝૂકી જાય,

મહાપુરુષો તેની સાક્ષી પૂરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational