STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મહામારી કોરોના

મહામારી કોરોના

1 min
179

મહામારી કોરોના..

 છંદ- વસંતતિલકા

છે  જંગ દુષ્કર સજે,  જગ  સાવધાની

દૃશ્યો  જ માસ્ક બુરખા, રત નિષ્ઠ યોધ્ધા

વિશ્વાસ જાય અવધે, તું વિપત્તિ ભારી

તૂટે કડીયું, સમયે  સહયોગ સેવા


છંદ- મંદાક્રાંતા


રે ભારે આ વિકટપળ ને, ડૂબતાં અર્થતંત્રો

પ્રત્યાઘાતી  કુદરત  ભલી, શોધતી  નિજ  રૂપો

વિષાણુંની દમન જ  કડી, તૂટશે  અસ્પર્શેથી

જાગો જાણો નિયમન મહા, લાભવંતું વિવેકે


પ્રાથે પૃથ્વી સકળ શુભ હો, આત્મ વિશ્વાસ જીતે

શ્રેષ્ઠા શોભે, મઘમઘ  પુનઃ,  વિશ્વ આખું નવોઢા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational