STORYMIRROR

Sheetal Harvara

Drama Inspirational

4  

Sheetal Harvara

Drama Inspirational

મહાદેવ

મહાદેવ

1 min
534

કિસ્મત રૂપી વિષ શિવા આજ મારે પીવું છે,

હિમાલય જેવા સપનાઓમાં, ધૈર્ય ધારવું છે.


કાંટા ભરેલા રસ્તામાં શિવા મારે ચાલવું છે,

હારેલા શ્વાસે જીત બની આજ મહેકાવું છે.


વેરની દુનિયામાં શિવા આજ મારે રહેવું છે,

પ્રેમરૂપી વરસાદ બની આજ મારે વરસવું છે.


પાષાણ હદયમાં શિવા આજ મારે જાવું છે,

કરુણારૂપી અશ્રુ બની મારે ભીંજાવું છે.


કસોટીના અંગારામાં શિવા આજ રહેવું છે,

મારે તો બસ, ભભુતિયો મહાદેવ થાવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama